તમારા સ્વાસ્થ્ય માટે વિશ્વાસભરી સારવાર

અપોઈન્ટમેન્ટ વ્હોટ્સએપમાં નોંધાવો
સંજીવન હોસ્પિટલ અને આઈ.સી.યુ. ખાતે ડૉ. ધવલ આર. પટેલ દ્વારા નીચે મુજબની મુખ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે:
જનરલ ફિઝિશિયન સેવા

ડૉ. ધવલ આર. પટેલ પાલનપુરમાં એમ.ડી. ફિઝિશિયન તરીકે તાવ, શરદી-ખાંસી, પેટના રોગો અને ટીબી, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા ચેપી રોગો સહિત સામાન્યથી લઈને જટિલ બીમારીઓનું સચોટ નિદાન અને સારવાર કરે છે. અધતન ટેકનોલોજીની મદદથી ઝડપી અને સચોટ નિદાન એ અમારી ફિઝિશિયન સેવાની ખાસિયત છે.

કાર્ડિયોલોજી (હૃદય રોગ સારવાર)

હૃદય એ શરીરનું સૌથી મહત્વનું અંગ છે. સંજીવન હોસ્પિટલમાં હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર (બી.પી.) અને અન્ય હૃદય સંબંધિત બીમારીઓનું નિદાન અને સારવાર કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ધવલ આર. પટેલ દ્વારા કરવામાં આવે છે. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી હૃદય રોગના ગંભીર પરિણામો ટાળી શકાય છે. કાર્ડિયોલોજી પાલનપુર શહેરમાં ડૉ. ધવલ પટેલ જાણીતા હૃદયરોગ નિષ્ણાત (Heart Specialist) છે.

ડાયાબિટોલોજી (ડાયાબિટીસ સારવાર)

ડાયાબિટીસ એ લાંબા ગાળે કિડની, હૃદય અને આંખો પર અસર કરી શકે તેવી બીમારી છે. ડાયાબિટોલોજિસ્ટ ડૉ. ધવલ આર. પટેલ દ્વારા ડાયાબિટીસનું નિદાન, બ્લડ સુગર મેનેજમેન્ટ અને લાંબા ગાળાની સંભાળ માટે માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી દર્દી સામાન્ય જીવન જીવી શકે.

આઈ.સી.યુ. અને ક્રિટિકલ કેર

સંજીવન હોસ્પિટલ 24/7 આઈ.સી.યુ. અને ક્રિટિકલ કેર સુવિધા ધરાવે છે, જ્યાં હાર્ટ એટેક, લકવો કે અન્ય ગંભીર બીમારીના કિસ્સામાં દર્દીને તાત્કાલિક અને નિષ્ણાત સારવાર આપવામાં આવે છે.

ગંભીર દર્દીઓ માટે દેખરેખ આધારિત સંભાળ

સંજીવની હોસ્પિટલ & આઈ.સી.યુ.માં ગંભીર અથવા સતત તબીબી દેખરેખની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે ICU આધારિત સંભાળ ઉપલબ્ધ છે. ICUમાં દર્દીની સ્થિતિનું નજીકથી નિરીક્ષણ અને જરૂરી તબીબી સારવાર આપવામાં આવે છે.

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

ડૉ. ધવલ આર. પટેલ કઈ બીમારીઓની સારવાર કરે છે?

તેઓ બી.પી., ડાયાબિટીસ, હાર્ટ એટેક, લકવો, થાઇરોઇડ, ટીબી, ડેન્ગ્યુ, મેલેરિયા, કમળો, લીવર-કિડનીના રોગો, તાવ, માથાનો દુખાવો-ખેંચ અને એલર્જી-મગજના રોગોની સારવાર કરે છે.

શું ડૉ. ધવલ પટેલ કાર્ડિયોલોજિસ્ટ છે?

હા, તેઓ એમ.ડી. ફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટ અને ડાયાબિટોલોજિસ્ટ છે.

શું જનરલ ફિઝિશિયન કન્સલ્ટેશન માટે એપોઈન્ટમેન્ટ જરૂરી છે?

હા, સમય બચાવવા માટે અગાઉથી કૉલ કરીને એપોઈન્ટમેન્ટ લેવાની ભલામણ છે.

હાર્ટ એટેકના પ્રારંભિક લક્ષણો કયા છે?

છાતીમાં દુખાવો કે ભાર લાગવો, શ્વાસ લેવામાં તકલીફ, પરસેવો અને ડાબા હાથ કે જડબામાં દુખાવો એ મુખ્ય લક્ષણો છે. આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો.

ડાયાબિટીસના પ્રારંભિક લક્ષણો શું છે?

વધુ પડતી તરસ, વારંવાર પેશાબ, થાક અને વજનમાં અચાનક ઘટાડો એ ડાયાબિટીસના સામાન્ય પ્રારંભિક લક્ષણો છે.

થાઇરોઇડની તપાસ કેટલા સમયે કરાવવી જોઈએ?

લક્ષણો જણાય અથવા ડોક્ટર સલાહ આપે તે પ્રમાણે વર્ષમાં એક વખત થાઇરોઇડ તપાસ કરાવવાની ભલામણ કરવામાં આવે છે.

Scroll to Top