તમારા સ્વાસ્થ્ય માટે વિશ્વાસભરી સારવાર
અપોઈન્ટમેન્ટ વ્હોટ્સએપમાં નોંધાવોડૉ. ધવલ આર. પટેલ પાલનપુરમાં એમ.ડી. ફિઝિશિયન તરીકે તાવ, શરદી-ખાંસી, પેટના રોગો અને ટીબી, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા ચેપી રોગો સહિત સામાન્યથી લઈને જટિલ બીમારીઓનું સચોટ નિદાન અને સારવાર કરે છે. અધતન ટેકનોલોજીની મદદથી ઝડપી અને સચોટ નિદાન એ અમારી ફિઝિશિયન સેવાની ખાસિયત છે.
હૃદય એ શરીરનું સૌથી મહત્વનું અંગ છે. સંજીવન હોસ્પિટલમાં હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર (બી.પી.) અને અન્ય હૃદય સંબંધિત બીમારીઓનું નિદાન અને સારવાર કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ધવલ આર. પટેલ દ્વારા કરવામાં આવે છે. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી હૃદય રોગના ગંભીર પરિણામો ટાળી શકાય છે. કાર્ડિયોલોજી પાલનપુર શહેરમાં ડૉ. ધવલ પટેલ જાણીતા હૃદયરોગ નિષ્ણાત (Heart Specialist) છે.
ડાયાબિટીસ એ લાંબા ગાળે કિડની, હૃદય અને આંખો પર અસર કરી શકે તેવી બીમારી છે. ડાયાબિટોલોજિસ્ટ ડૉ. ધવલ આર. પટેલ દ્વારા ડાયાબિટીસનું નિદાન, બ્લડ સુગર મેનેજમેન્ટ અને લાંબા ગાળાની સંભાળ માટે માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી દર્દી સામાન્ય જીવન જીવી શકે.
સંજીવન હોસ્પિટલ 24/7 આઈ.સી.યુ. અને ક્રિટિકલ કેર સુવિધા ધરાવે છે, જ્યાં હાર્ટ એટેક, લકવો કે અન્ય ગંભીર બીમારીના કિસ્સામાં દર્દીને તાત્કાલિક અને નિષ્ણાત સારવાર આપવામાં આવે છે.
સંજીવની હોસ્પિટલ & આઈ.સી.યુ.માં ગંભીર અથવા સતત તબીબી દેખરેખની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે ICU આધારિત સંભાળ ઉપલબ્ધ છે. ICUમાં દર્દીની સ્થિતિનું નજીકથી નિરીક્ષણ અને જરૂરી તબીબી સારવાર આપવામાં આવે છે.
વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)
તેઓ બી.પી., ડાયાબિટીસ, હાર્ટ એટેક, લકવો, થાઇરોઇડ, ટીબી, ડેન્ગ્યુ, મેલેરિયા, કમળો, લીવર-કિડનીના રોગો, તાવ, માથાનો દુખાવો-ખેંચ અને એલર્જી-મગજના રોગોની સારવાર કરે છે.
હા, તેઓ એમ.ડી. ફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટ અને ડાયાબિટોલોજિસ્ટ છે.
હા, સમય બચાવવા માટે અગાઉથી કૉલ કરીને એપોઈન્ટમેન્ટ લેવાની ભલામણ છે.
છાતીમાં દુખાવો કે ભાર લાગવો, શ્વાસ લેવામાં તકલીફ, પરસેવો અને ડાબા હાથ કે જડબામાં દુખાવો એ મુખ્ય લક્ષણો છે. આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો.
વધુ પડતી તરસ, વારંવાર પેશાબ, થાક અને વજનમાં અચાનક ઘટાડો એ ડાયાબિટીસના સામાન્ય પ્રારંભિક લક્ષણો છે.
લક્ષણો જણાય અથવા ડોક્ટર સલાહ આપે તે પ્રમાણે વર્ષમાં એક વખત થાઇરોઇડ તપાસ કરાવવાની ભલામણ કરવામાં આવે છે.
